કામના સ્પેશીફીકેશનના સાઇન બોર્ડ રાખવા બાબત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ ચાલતા કામોના બાંધકામની વિગતો તથા સ્પેશીફીકેશન અંગેની માહિતી દર્શાવતું બોર્ડ કામના સ્થળ ઉપર ઇજારદારે સ્વખર્ચે મૂકવાની પ્રથા છે. જેથી જાહેર જનતાને કામ બાબતે જાણકારી મળી શકે. વધુમાં, આ શરત ટેન્ડરના ભાગ તરીકે ગણવાનું પણ ઠરાવેલ છે. આ બોર્ડમાં નીચેની વિગતો દર્શાવવાની હોય છે. કામના સ્પેશીફીકેશન-કામના ધોરણો કામની અંદાજીત રકમ. કામ પૂરૂં કરવાનો સમય. ઇજારદારનું નામ/સરનામું. તેમના સુપરવાઇઝરી સ્ટાફના નામ/સરનામા. કામમાં કોઇપણ જાતની ક્ષતિ જણાય તો તેની ફરિયાદ કોને કરવી તે અંગેની વિગત. કામની ગુણવત્તા અંગે ફરિયાદ/રજૂઆત આ વિભાગ હસ્તક ચાલતા કામોની ગુણવત્તા સંબંધી કોઇ ફરિયાદ/રજૂઆત હોય, કામ નિયત સ્પેશીફીકેશન પ્રમાણે થતું નહીં હોવાની ફરિયાદ હોય તો તે અંગેની ફરિયાદ/રજૂઆત તે કામ જે વિસતારમાં ચાલતું હોય તે વિસ્તાર જે તે અધિક્ષક ઇજનેરના ક્ષેત્રધિકાર હેઠળ હોય તે અધિક્ષક ઇજનેર સમક્ષ કરી શકાશે અથવા વિભાગને રૂબરૂ અરજી કે ફેકસ દ્વારા કરી શકાશે. સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ