સચિવશ્રી (જળસંપત્તિ), ગાંધીનગર. ખાસ સચિવશ્રી (જળસંપત્તિ), ગાંધીનગર. અધિક સચિવ અને મુખ્ય ઇજનેરશ્રીઓ અધિક્ષક ઇજનેરશ્રીઓ (વર્તુળ કચેરીઓ) અલગ અલગ જિલ્લાઓમાં જેની વિગતવાર માહિતી મુદ્દા નં. ૨.૧૧ માં આપેલ છે. કાર્યપાલક ઇજનેરશ્રીઓ (વિભાગીય કચેરીઓ) વર્તુળ કચેરી હેઠળ કાર્યો કરે છે. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ (પેટા વિભાગીય કચેરીઓ) વિભાગીય કચેરી હેઠળ કાર્ય કરે છે. જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ. સર્વે કર્મચારીઓ/અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂક, બદલી અંગે બાહ્ય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. નિયત કાયદા/નિયમો વિરૂધ્ધ વહીવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહ્ય રીતે દબાણના પ્રયાસો થાય નહીં તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અરજદારો, નાગરિક સંસ્થાનો તથા જિલ્લાના અન્ય ખાતાના અધિકારીશ્રીઆ, પદાધિકારીઓ અધિકારની બાબતોના અમલમાં સહકાર આપશે તેવી અપેક્ષા છે. પાણીની ધટતી જતી ઉપલબ્ધિને ધ્યાને લઇ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે બાબત દરેક જવાબદાર નાગરિક સમજે અને તે દ્વારા પાણીનો કરકસરયુકત ઉપયોગ કરી વધુને વધુ વિસ્તારને સિંચાઇ હેઠળ આવરી શકાય તે અંગે લોકોને માહિતગાર કરવા. લોકભાગીદારીવાળા વળસંચયના કામોમાં વધુ નાગરિકોને જોડી જળસંગ્રનું અતિમહત્વનું કામ પાર પાડવા પૂરતો સહકાર મળી રહે. રાજયની વિવિધ મોટી, મધ્યમ અને નાની સિંચાઇ યોજનાના બાંધકામ, મરામત, નિભાવણી તથા પાણીના વહીવટમાં લોમોના સાથ સહકારની અપેક્ષા રાખવામાં આવે છે. સુજલામ સુફલામ યોજના, નદીઓના આંતર જોડાણની યોજના, ક્ષાર પ્રવેશ નિયંત્રણ યોજના તથા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અતિમહત્વના કાયને સફળ બનાવવા લોક સહકાર મળી રહે તે જરૂરી છે. સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ