માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા પ્રકરણવાર માહિતી પુસ્તિકા પ્રગટ કરવાની રહે છે. જે અન્વયે નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની કામગીરી તથા તે અન્વયે માહિતીનો આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા અમલમાં આવતા અધિનિયમ-૨૦૦૫ અન્વયે રાજયના નાગરિકોને મળવાપાત્ર માહિતીની જાણકારી તથા તે માહિતી કઇ કક્ષાએથી મળી રહે તેની વિગતોની જાણકારીના ઉદ્દેશથી આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવે છે. આ પુસ્તિકા સામાન્ય સંજોગોમાં રાજયની જાહેર જનતાને ઉપયોગી થશે. વિભાગની કાર્યવાહી અને તે અંગેની સંબંધિત માહિતી પ્રકરણવાર તૈયાર કરાયેલ છે. વિભાગમાં વહીવટી તથા તાંત્રિક અને બંને પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પુસ્તિકામાં આવરી લીધેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા અંગે વિભાગના મદદનીશ જાહેર માહિતી અધિકારી અને ઉપ સચિવશ્રી (સંકલન) બ્લોક નંબર-૯/૫, નવા સચિવાલય, ગાંધીનગર (ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૭૩૯)નો સંપર્ક કરવાનો રહેશે. પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે ફી નું કોઇ ધોરણ નિયત કરાયેલ નથી તથા આ બાબત સમયોચિત સરકારશ્રી દ્વારા નિયત થાય તે મુજબ લાગું પડશે. સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ