પુર્ણા નદી પશ્ચી મ તરફ વહેતી નદી છે. કે જે નો સ્ત્રા વ ક્ષેત્ર ગુજરાત અને મહારાષ્ટ્રઇમાં છે. તે મહારાષ્ટ્ર રાજયમાં પશ્ચીમ ઘાટો નજીક ચીંચી ગામે સાપુતારા પર્વતમાળા માથી નીકળે છે. આ નદીની તેના મૂળથી તે અરબી સમુદ્રને મળે ત્યાં સુધીની લંબાઇ ૧૮૦ કી.મી છે. તેની મહત્વસની ઉપનદીઓ ઘોડરનાલા , બર્દાનાલા , નગહપર, નાલા, ગીરના નદી, ઝાંકરી નદી, અને ડુંમસ ખાડી છે. પૂર્ણા પરિસરનો સ્ત્રા વ ૨૪૩૧ ચો. કી. મી છે. તે પૂ.અ ૭૨ં ૪૫ં થી ૭૪ં ૦૦ અને ઉ.રે ૨૦ં ૪૧ં થી ૨૧ં ૧૫ં વચ્ચે્ આવેલ છે. અ.નું જીલ્લા/રાજયનુ નામ સ્ત્રાવક્ષેત્ર(ચો.કી. મી) ટકા(કુલ સ્ત્રાવક્ષેત્રની સાપેક્ષ) ૧ મહારાષ્ટ્ર ૫૮ ૨.૩૯ ર ગુજરાત ૨૩૭૩ ૯૭.૬૧ કુલ ૨૪૩૧ ૧૦૦.૦૦ આબોહવાઃ આ પરિસરની મોટાભાગની આબોહવા ચોમાસામા જૂનથી સપ્ટેગમ્બાર સિવાયના સમયગાળામાં ગરમ અને સુકી હોય છે. મહુવાની સાઇટ આગળ મહત્તસમ તાપમાન ૩૪ં સે. થી. ૪૪ં સે અને લઘુત્ત મ તાપમાન ૨૬ં સે. થી ૧૦ં સે રહે છે. વરસાદઃ આ પરિસરનો મોટા ભાગમાં વરસાદ જૂનથી સપ્ટેેમ્બ ર દરમ્યારન દક્ષિણ પશ્ચીમે ચેકડેમ ચોમાસાને લીધે પડે છે. જંગલોઃ આ પરિસરનો જંગલ વિસ્તાસર લગભગ ૭૮૧૪૧ હેકટર છે. ખેતીલાયક જમીનઃ પૂર્ણા પરિસરની માટી ત્રણ ભાગોમાં વહંચી શકાય. લેટેરીટીક ઉંડી કાળી દરિયાઇ કાંપ વાળી ઉધોગોઃ આ પરિસરમાં મહત્વ ના ઉધોગો જેવા કે , કાપડ ઉધોગ, ઇંટ અને. તેને લગતા ઉધોગો કવોરી ઉધોગ વગેરે આવેલા છે. સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ