ખૂબ પાણી પીવો. બોટલના પાણીથી દૂર રહો કારણ કે તેઓનો નિકાલ કરવો પડે છે અને તેઓ કુદરતી સંપત્તિઓનો જથ્થો ઘટાડે છે.

કેફીનગ્રસ્ત પીણાઓથી દૂર રહો. કુદરતી ઠંડું પીણું જેવા કે છાશ પીવો.

હલકા-રંગના કપડા પહેરો, ખાસ કરીને સુતરાઉ કપડાં.

નિર્જલીકરણથી બચવા પુષ્કળ પ્રવાહી પીવો. અમુક કુદરતી પ્રવાહીઓ જેવા કે, લીંબુનું પાણી, અપરિપક્વ નાળિયેર, ફળોનો રસ ઈત્યાદિ. અપરિપક્વ નાળિયેરના પાણીમાં સાકર, રેસા, વિટામીન અને ખનિજો સાથે પ્રોટીન પણ હોય છે.

પુષ્કળ સલાડ ખાઓ અને તાજા ફળો જેમાં કુદરતી રીતે પાણી હોય જેમ કે, તરબૂચ. હકીકતમાં આ ફળમાં અંદાજે 92% પાણી અને 14% સુધી વિટામીન સી છે. આ પરસેવા મારફતે ગુમાવેલી ભીનાશને પાછી મેળવવામાં મદદ કરે છે. આ ફળમાં અમુક પ્રમાણમાં વિટામીન બી અને પોટેશીયમ પણ જોવા મળે છે.

માટીના કુંડાઓ સંગ્રહ કરેલું પાણી પીવો.

તેલવાળા પદાર્થો ખાવાથી બચો અને ખાસ કરીને વિક્રેતાઓ દ્વારા કાપેલા ફળોને ખાવાથી દૂર રહો કારણકે તે માખીઓ અને ધૂળના સંપર્કમાં આવી શકે છે.

હાથથી વપરાય તેવા પંખાઓનો ઉપયોગ કરો. જ્યારે વિજળી ન હોય ત્યારે પણ તે કામ કરે છે.

વેટીવેરીઆની બનેલી ભીની ચાદરો ખુલ્લી બારીઓ પર લટકાડો. આ ઘરમાં તાજી હવાને ફેલાવવામાં મદદ કરે છે.